Posted by: shrail on: November 12, 2009
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, [...]
Posted by: shrail on: July 4, 2009
આજ વાદળ એટલું વરસે તો બસ,
ચાર દશની ટ્રેન એ ચૂકે તો બસ.
- બાલુભાઇ પટેલ
પાણીના ટીપે ઘાસમાં જઇએ
ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ
પહેલી વર્ષામાં એક થઇને પછી
માટીના ભીના શ્વાસમાં જઇએ
- શોભિત દેસાઇ
ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ
ઝાંઝવા હો કે દરિયાવ તરસતા જઇએ
- હરીન્દ્ર દવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે [...]
Posted by: shrail on: October 20, 2008
દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર
આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર
કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર
એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર
આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર [...]
Posted by: shrail on: October 17, 2008
અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું
વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું
લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું
મન જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું
સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું
હુંય એ વિચારું છું, આ [...]
Posted by: shrail on: September 28, 2008
ઇનટરનેટ વપરાશકર્તાઓ ગુગલ વિષે જાણે જ છે, પરતું મારે તો ગુગલ-મિત્રોને એના દસ વર્ષ થઈ ગયા તેની માહિતિ-સભર યાત્રા કરાવવી છે. આ માટે વધુ વાંચવા… ક્લિક કરો અથવા મુલાકાત લો- ગુગલ ટાઈમટ્રાવેલ
Posted by: shrail on: September 28, 2008
ખડા ન દીખે પારધી, લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી, કિસ બિધ તજે હૈ પ્રાણ.
જલ થોડા નેહ ઘણાં, લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે, ઈસ બિધ તજે હૈ પ્રાણ.
હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી..
નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
પરસ્પર દીવાના [...]
Posted by: shrail on: September 26, 2008
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.
મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.
વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.
ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન [...]
Posted by: shrail on: September 25, 2008
લાગ્યો કસુંબીનો રંગ -
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની [...]
Posted by: shrail on: September 25, 2008
છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં
વાદળ કહેશો તો એને ચાલશે;
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
કાજળ કહેશો તો એને ચાલશે.
જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને
આંખોમાં ખીલ્યા ગુલમો’ર,
અષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે
છાતી છૂંદાવેલો મોર.
છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર તમે
મૃગજળ કહેશો તો એને ચાલશે;
ખાખરાના પાનની સુક્કી રેખાઓ તમે
વાંચી શકો તો રાજ ! વાંચજો;
લિખિતંગ રાજવણ્યની ભીનીછમ્મ યાદ [...]
Posted by: shrail on: September 23, 2008
જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર [...]
મંતવ્યો