.:: ShraiL ::.

કાજળ કહેશો તો એને ચાલશે.

Posted by: shrail on: September 25, 2008

છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં
વાદળ કહેશો તો એને ચાલશે;
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
કાજળ કહેશો તો એને ચાલશે.
જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને
આંખોમાં ખીલ્યા ગુલમો’ર,
અષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે
છાતી છૂંદાવેલો મોર.
છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર તમે
મૃગજળ કહેશો તો એને ચાલશે;
ખાખરાના પાનની સુક્કી રેખાઓ તમે
વાંચી શકો તો રાજ ! વાંચજો;
લિખિતંગ રાજવણ્યની ભીનીછમ્મ યાદ તમે
વાંચીને ઝટ વહી આવજો;
પીળું આ પાંદ મારા હાથે સર્યું છે તમે
કાગળ કહેશો તો એને ચાલશે;
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
કાજળ કહેશો તો એને ચાલશે.

2 Responses to "કાજળ કહેશો તો એને ચાલશે."

Geet aa tamara hath lakhayu che tame,
kavan kahesho to ene chalshe.

No, I just publish a popular poetry and Gazhals here which I got in mail from my group friends

Leave a Reply

શૈલેષ પટેલ

પાછલા પદ્ય

twit-twit

મહેમાન

  • 439 મુલાકાત

SocialVibe