.:: ShraiL ::.

Develover’s poetry collection

ગમી પણ જાય છે ચહેરા કોઈ March 29, 2008

Filed under: prabhat na pushpo — shrail @ 3:21 pm
Tags:
તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને;
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને.

ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે –
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને.

તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહીં તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.

સફરના તાપમાં માથા ઉપર એનો જ છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં મારા ઘરનાં નેજવાં લઈને.

બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને.

કરું છું વ્યક્ત એ માટે જ એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને.

હું રજકણથીય હલકો છું તો પર્વતથીયે ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.

સુખીજનની પડે દષ્ટિ તો એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં દુ:ખો પણ આગવાં લઈને.

ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ’,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.

                            – બરકત વીરાણી ‘બેફામ’
 

One Response to “ગમી પણ જાય છે ચહેરા કોઈ”

  1. hi…..
    Ghanu saru lakhiyu 6e…..
    good good……

    really …
    mane pasand padiyu…..


Leave a Reply